જામનગરઃ દેશમાં 55 દિવસના લોકડાઉન બાદ થોડીક છૂટછાટો મળતા મોટાભાગના પરપ્રાંતિય મજૂરો પોતાના વતન તરફ જતા રહ્યા છે, જેના કારણે ખેતીમાં કામ કરતા મજુરોની અછત જોવા મળી રહી છે. જિલ્લાના સરમત ગામમાં ૩૦૦ વીઘાનું દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ દાડમના પાક તૈયાર થઇ ગયો હોવા છતાં પણ મજૂરો ન હોવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ જોવા મળી રહી છે.
પરપ્રાંતીય શ્રમિકો વતન ગયા અને જામનગરના સરમતમાં 300 વિઘામાં દાડમનો પાક નિષ્ફળ જવાની ભીતિ - Sarmat
દેશમાં 55 દિવસના લોકડાઉન બાદ થોડીક છૂટછાટો મળતા મોટાભાગના પરપ્રાંતિય મજૂરો પોતાના વતન તરફ જતા રહ્યા છે, જેના કારણે ખેતીમાં કામ કરતા મજુરોની અછત જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના સરમત ગામમાં ૩૦૦ વીઘાનું દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ દાડમના પાક તૈયાર થઇ ગયો હોવા છતાં પણ મજૂરો ન હોવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ જોવા મળી રહી છે.
સરમત ગામમાં મોટાભાગના ખેડૂતોએ દાડમનું વાવેતર કર્યું છે. ત્યારે પરપ્રાંતિય મજૂરો કોરોના સંક્રમણની ભીતિના કારણે પોતાના વતન તરફ ચાલ્યા જતા સરમત ગામના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. સરમત ગામમાં ડોસા ભાઇની વાડીએ છ વર્ષથી દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે, જોકે હાલ દાડમનો પાક તૈયાર થઇ ગયો છે પરંતુ મજૂરો ન હોવાના કારણે આ પાક નિષ્ફળ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમજ શહેરમાં ફ્રુટ માટે હરરાજીની યોગ્ય વ્યવસ્થા પણ ન હોવાનું ખેડૂતે જણાવ્યું છે. માર્કેટયાર્ડમાં ફ્રુટ હરરાજી થતી ન હોવાના કારણે ફ્રૂટના વેપારીઓ મનમાની ચલાવી રહ્યા છે.