જામનગરઃ શહેરમાં સવારે 9 વાગ્યા આસપાસમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. તો શહેરી વિસ્તારની સાથેે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લા પંથકના કાલાવડ, જામજોધપુર સહિતના તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજરોજ મંગળવારે શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે.
જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ - jamnagar corona news
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે નિસર્ગ વાવાઝોડાની આપત્તિ આવવાની સંભાવના હતી. આ વાવાઝોડાથી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સર્જાતા દરિયા કિનારાના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે, ત્યારે જામનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ
કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયા કિનારાના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. એક બાજુ વાવાઝોડાનું સંકટ હતું તો બીજી બાજુ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
આજે જામનગર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.