- હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાકને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો
- ખુલ્લામાં પડેલા પાકને વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા
- ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાકને ગોડાઉનમાં શિફ્ટ કરાયો
જામનગર : રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં દરિયા કિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવે તેવી શક્યતા છે. જે અનુસંધાને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાકને ગોડાઉનમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. કારણ કે ખુલ્લામાં પડેલા પાકને વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા છે.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાકને યોગ્ય જગ્યાએ રખાયો આ પણ વાંચો :તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી
જામનગરમાં વાવાઝોડું ગંભીર અસર કરી શકે છે
તૌકતે વાવાઝોડું 100થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ ખાબકશે. આપા માર્કેટ યાર્ડમાં સમગ્ર પંથકના ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે. સંભવિત વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં પડેલો પાક બગડે નહીં તે માટે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.