- સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ગૂમાવી રહ્યા છે આવક
- ગત વર્ષની માફક આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે સફેદ જાંબુની માગમાં જોવા મળ્યો ઘટાડો
- સતત બીજા વર્ષે સફેદ જાંબુની નિકાસ બંધ થતા જગતનો તાત ચિંતાગ્રસ્ત
- ગીર વિસ્તારમાં સફેદ જાંબુની ખેતી કરતો ખેડૂત મૂંઝવણમાં જાંબુની નિકાસ બંધ થતા આવક ગૂમાવી
જૂનાગઢ : ગીર પંથકમાં કેસર કેરીની સાથે વર્ષોથી સફેદ જાંબુની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થતી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં ઉત્પાદિત થતાં સફેદ જાંબુની માગ જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળે છે, પરંતુ ગત વર્ષની માફક આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે સફેદ જાંબુની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે બજારમાં સફેદ જાંબુની લેવાલી અતિ નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે.
જાંબુની નિકાસ જૂનાગઢ જિલ્લા અને રાજ્ય બહાર થઇ નથી
સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલો જગતનો તાત ગત બે વર્ષથી સફેદ જાંબુની ખેતી થકી થતી આવકને ગૂમાવી રહ્યો છે. આ વર્ષે પણ સફેદ જાંબુની નિકાસ જૂનાગઢ જિલ્લા અને રાજ્ય બહાર થઇ ન હતી, ત્યારે આ વર્ષે ફરી એક વખત આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇને સફેદ જાંબુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સતત બીજા વર્ષે ખરીદીના અભાવે આવક ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચો -છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી