ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતો રઝડયા - મગફળીનું વાવેતર

જામનગર: રાજ્ય સરકારે મગફળી માટે ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, પરંતુ શહેરના હાપા માર્કેટ યાર્ડમાં રજીસ્ટ્રેશન કરવા માટે કોમ્પ્યુટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતો રઝડયા

By

Published : Oct 1, 2019, 10:26 PM IST

Updated : Oct 1, 2019, 10:38 PM IST

જામનગર સહિત રાજ્યમાં મંગળવારે મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે ખેડૂતો વહેલી સવારેથી હાપા માર્કેટ યાર્ડ ખાતે ઉમટ્યા હતા. પરંતુ રજીસ્ટ્રેશન કરનારા કર્મચારીઓ મોડા આવતા ખેડૂતો પરેશાન થયા હતા.

નોંધનીય છે કે, જામનગર પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. એવામાં હાપા માર્કેટ યાર્ડમાં હાજર કર્મચારીઓ પાસે કોમ્પ્યુટર જેવી પાયાની સુવિધાઓ ન હોવાથી રજિસ્ટ્રેશનની કામગીરી કેવી રીતે પાર પાડવી તેવા સવાલો ઉઠયા હતા તથા કોમ્પ્યુટર ન હોવાથી મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતો રઝડયા

એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોને મગફળીના ટેકાનો ભાવ આપવાની જાહેરાત કરે છે તો બીજી બાજુ રજીસ્ટ્રેશન કરનારા કર્મચારીઓને કોમ્પ્યુટરની સુવિધા આપવામાં આવતી નથી. જેથી સરવાળે હેરાન થવાનો વારો ખેડુતોના ભાગે જ આવે છે.

Last Updated : Oct 1, 2019, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details