ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું - દગડુ શેઠ

ગણપતિ મહોત્સવનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. જામનગરમાં 30 હજાર જેટલા ગણપતિની ઘરમાં સ્થાપના કરવામાં આવી છે. આજે છેલ્લો દિવસ હોવાના કારણે લોકોએ પોતાના ઘરમાં જ ગણપતિજીનું વિસર્જન કર્યું હતું.

jamnagar
જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું

By

Published : Sep 1, 2020, 6:23 PM IST

જામનગરઃ કોરોના મહામારીના કારણે શહેરના પ્રખ્યાત દગડુ શેઠ સાર્વજનિક ગણપતિને આ વર્ષે ઘરમાં જ બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે મંગળવારના રોજ ગણપતિ મહોત્સવાના દસ દિવસ પૂર્ણ થયા બાદ દગડુ શેઠ ગણપતિની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પાંચ વખત દગડુ શેઠ સાર્વજનિક ગણપતિનું નામ પણ નોંધાઈ ચૂક્યું છે. અહીં વર્ષોથી માટીની મૂર્તિ બનાવી દગડુ શેઠની સ્થાપના કરવામાં આવે છે.

જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું
આ વર્ષે પણ દગડુ શેઠની મૂર્તિ બનાવવામાં આવી હતી અને ઘરમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જો કે, આજે છેલ્લો દિવસ હોવાના કારણે ગણપતિ બાપાનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, વર્ષોથી જામનગરમાં જુદી-જુદી થીમ પર દગડુ શેઠ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.જો કે, અમુક લોકો ઘરમાં ગણપતિ સ્થાપના કર્યા બાદ નદીનાળા કે તળાવમાં વિસર્જન કરવા ગયા હતા. તેની સામે મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details