ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ - જામનગર પોલીસ

જામનગરમાંથી રિક્ષા ચાલકમાંથી મુંજાવર બની અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી પાખંડ કરતા એક મુંજાવરને વિજ્ઞાન જાથા અને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ
જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

By

Published : Jun 8, 2021, 3:32 PM IST

  • જામનગરમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાનો કર્યો પર્દાફાશ
  • મુંજાવર ફેલાવતો હતો અંધશ્રદ્ધા
  • અંધશ્રદ્ધા ફેલાવી પૈસા પડાવતો હતો
    જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

જામનગરઃ બોદુ વલીમમદ નામનો શખ્સ ગત 6 મહિનાથી જામનગરમાં મોમાઈ માતાજીના મંદિર પાસે રહેતા મુસ્લિમ પરિવારમાં અંધશ્રદ્ધા ફેલાવી પૈસા પડાવતો હતો. જો કે, મકાન માલિકને મુંજાવર પર આશંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાદમાં વિજ્ઞાન જાથાના જ્યંતભાઈ પંડ્યાની પણ મદદ લીધી હતી.

આ પણ વાંચોઃ પાલનપુરમાં અંધશ્રદ્ધાએ કોરોના દર્દીનો લીધો જીવ, વીડિયો વાયરલ

શંકર ટેકરી વિસ્તારમાં મુસ્લિમ પરિવારના ઘરે મુંજાવરને ઝડપ્યો

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા વલીમમદને કેન્સરની બીમારી થતા તેમની પુત્રીએ મુંજાવર પાસે દોરા ધાગા કરવાનું કહ્યું હતું. બાદમાં બોદુ મુંજાવર અવારનવાર જામનગરમાં વલીમમદના ઘરે આવી જમીનમાં કોઈ વસ્તુ દાટેલી છે અને ઘરમાં નડતર રૂપ છે તેવું મુસ્લિમ પરિવારને કહી ડરાવતો હતો. જો કે, આજે પણ બોદુ મુંજાવરે જમીન માંથી દોરી બહાર કાઢી હતી.

આ પણ વાંચોઃ આ તે કેવી અંધશ્રદ્ધા: ગામમાં કોરોના કેસ ઘટાડવા ગ્રામજનોએ વિધિ માટે સરઘસ કાઢ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો

દોરા ધાગા કરી કેન્સરની બીમારી મટાડતો હોવાનો કરતો હતો દાવો

વલીમામદના ઘરે બોદુ મુંજાવર છેલ્લા 6 મહિનાથી અવારનવાર આવતો હતો અને પૈસા ઉઘરાવી ચાલ્યો જતો હતો. જો કે, આખરે વલીમામદને આશંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો સંપર્ક કરી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details