ગુજરાત

gujarat

ETV Bharat / city

Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આજરોજ પૂર્વ સૈનિકો જામનગર ખાતે એકઠા થયાં હતાં અને (Ex Soldiers Protest at Jamnagar) ધરણાં કાર્યક્રમ યોજ્યો છે. આમ શા માટે કરવામાં આવ્યું છે તે વિશે જાણો અહેવાલમાં.

Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?
Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?

By

Published : Apr 28, 2022, 2:57 PM IST

જામનગર -પૂર્વ સૈનિકોએ આજે જામનગરમાં સિંધદ્વાર આર્મી ગેટ (Sindhdwar Army Gate in Jamnagar)પાસે ખરા તડકામાં ધરણા (Ex Soldiers Protest at Jamnagar)કાર્યક્રમ યોજ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રના પૂર્વ સૈનિકો જામનગરની આર્મી કેન્ટીનમાં (Army Canteen at Jamnagar)પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે આવતા હોય છે. જોકે આર્મી એરિયાના બ્રિગેડિયરની દાદાગીરીથી પૂર્વ સૈનિકો પરેશાન (Ex-soldier families deprived of facilities)બન્યા છે.પૂર્વ સૈનિકો અને તેના પરિવારજનો તેમજ શહીદ સૈનિકોના પરિવારજનો પણ વિશાળ રેલીમાં જોડાઇ વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

પૂર્વ સૈનિક તથા શહીદ થયેલા પૂર્વ સૈનિકોની પત્નીઓને કેન્ટિનમાં તથા મેડિકલમાં થતા અન્યાય બાબતે વિરોધ

આ પણ વાંચોઃ ફિશરીઝ ગાર્ડ તરીકે જોડાયેલા પૂર્વ સૈનિકો વેતન વધારા બાબતે હડતાલ પર ઉતર્યા

કેમ કર્યાં ધરણા -જામનગર પૂર્વ સૈનિક તથા શહીદ થયેલા પૂર્વ સૈનિકોની પત્નીઓને કેન્ટિનમાં તથા મેડિકલમાં થતા અન્યાય બાબતે હાલાર જિલ્લા પૂર્વ સૈનિક મંડળ દ્વારા 31 ઇન્ફ્રેન્ટ્રી બ્રિગેડ સોમનાથ ગેઇટ જામનગર ખાતે ધરણાં કરવામાં આવ્યા હતાં. પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોને મળતાં કેન્ટિન તેમજ ઇસીએચએસ (મેડિકલ)ની સુવિધાઓના લાભથી વંચિત રાખવામાં આવે છે. આ અંગે અગાઉ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઇ નિરાકરણ આવ્યું નથી.

આ પણ વાંચોઃ પોરબંદર: પૂર્વ સૈનિકો કોરોનાની મહામારીના લોકડાઉનમાં આપી રહ્યા છે સેવા

બેઠકમાં નારાજગી દર્શાવી - જિલ્લા સૈનિક બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમાં પણ કમાન્ડર દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોઇ હાલાર જિલ્લા પૂર્વ સૈનિક મંડળમાં નારાજગી છવાઇ હતી. સીએસટી કેન્ટિન અને મેડિકલની સુવિધામાં થતી હેરાનગતિના વિરોધમાં આજરોજ હાલાર જિલ્લા પૂર્વ સૈનિક મંડળ જામનગર દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં હાલાર જિલ્લા પૂર્વ સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાની હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details