- મુખ્યપ્રધાનની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
- જામનગરમાં 340મોં સાધન સહાય વિતરણ કાર્યક્રમ
- 220 મોટર ટ્રાઈસિકલ દિવ્યાંગજનોને અપાઈ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani ) એ જામનગર ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ (Equipment Distribution Program Jamnagar ) કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા જણાવ્યું કે, દિવ્યાંગજનોની ચિંતા અને તેમના વિકાસનો સર્વગ્રાહી ભાવ સશક્ત સમાજનું કર્તવ્ય બને છે. તેમણે આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું હતું કે, જે સમાજ દિવ્યાંગજનોની ચિંતા કરતો નથી તે સમાજ સ્વયં દિવ્યાંગ છે.
આ પણ વાંચો:અરવલ્લી જિલ્લામાં 22,034 મહિલાઓને ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય લાભ આપવામાં આવી
જામનગરમાં દિવ્યાંગો માટે 3 કરોડ 64 લાખની સાધન સહાય
જામનગરમાં 3,825 દિવ્યાંગજનોને 3 કરોડ 64 લાખ રૂપિયાના 6225 વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. જામનગરના સાંસદની ગ્રાન્ટમાંથી 26.40 લાખના ખર્ચે 220 મોટર ટ્રાઈસિકલ દિવ્યાંગજનોને આપવામાં આવી છે. આ બાબતે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ રાજ્ય સરકારે દિવ્યાંગજનોને શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રોમાં સહાયરૂપ થઈ સમાજમાં તેમના સન્માનભેર પુન:સ્થાપનની યોજનાના અસરકારક રીતે અમલી બનાવી છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 6 કરોડ 57 લાખ રૂપિયાના ખર્ચે 7,451 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાય પૂરી પાડી પગભર કર્યા છે.