- હાલાર પથકમાં ખેડૂતો અને યુવાનોમાં ઈસુદાનની લોકપ્રિયતા
- જામનગરમાં ઈસુદાન ગઢવી અને કેજરીવાલના પોસ્ટર લગાવાયા
- આમ આદમી પાર્ટીમાં જોડાવવા આપવામાં આવ્યા ફોન નંબર
જામનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે સક્રિયતા વધારી છે. સુરતમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા તરીકે સ્થાપિત થતી આમ આદમી પાર્ટી( Aam admi party Gujarat ) અન્ય શહેરોમાં પણ શાનદાર દેખાવ કરી રહી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીમાં નવા ચહેરાઓ પણ આવી રહ્યા છે, જેના કારણે પાર્ટીનું વિસ્તરણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, પત્રકાર ઈસુદાન ગઢવીની આપમાં એન્ટ્રીથી હાલાર પંથકમાં નવા સમીકરણો ઉભા થયા છે. છેલ્લા ઘણા સમયથી ઈસુદાન ગઢવી ટીવી ચેનલનો લોકપ્રિય ચહેરો બની ચૂક્યા છે, ત્યારે હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ખેડૂતો અને યુવાનોમાં ઇસુદાન ગઢવી પ્રત્યે લોકચાહના સતત વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી
ઈસુદાનના આવ્યા બાદ 50,000 કાર્યકરો આપમાં જોડાયા
ઉલ્લેખનીય છે કે, હાજરીમાં થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બાદ ઇસુદાન ગઢવી હાલ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓ વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તે માટે અપીલ પણ કરી રહ્યા છે. જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈસુદાન ગઢવી અને કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં એક નંબર લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ નંબરમાં મિસકોલ મારી કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
ઇસુદાન ગઢવીની આપમાં એન્ટ્રીથી હાલારમાં રાજકીય સમીકરણો પણ બદલાશે