જામનગરમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની યોજાઇ ચૂંટણી
- 8 વર્ષ બાદ યોજાઈ સોમાની ચૂંટણી
- કિશોર વિરડીયાનો વિજય
- કુલ 130 મતમાંથી પ્રમુખ સમીર શાહને 22 મત જ્યારે કિશોર વિરડીયાને મળ્યા 100 મત
જામનગરઃ શહેરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર ખાતે આવેલી સોમાની ઓફિસ ખાતે સોમવારે 8 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે, જો કે આ વખતે 8 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી.
જામનગરમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની ચૂંટણી યોજાઈ ચૂંટણી જેમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની ચૂંટણીમાં આઠ વર્ષથી પ્રમુખ રહેલા સમીર શાહનો પરાજય થયો છે. જ્યારે કિશોર વિરડીયાનો 100 મતે વિજય થયો હતો. ઓઇલ મીલ એસોસિયેશનની ચૂંટણીમાં કુલ 130 મત હતા, જેમાંથી પ્રમુખ સમીર શાહને 22 મત મળ્યાં હતા, જ્યારે કિશોર વિરડીયાને 100 મત મળ્યાં છે, તેમજ 8 મત રદ્દ થયા હતા.
જામનગરમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની ચૂંટણી યોજાઈ ચૂંટણી નવા ચૂંટાયેલા પ્રમુખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, નાના માણસોને સીંગતેલ સહેલાઈથી મળી રહે તે માટે તેઓ પ્રયત્ન કરશે અને વડીલોના માર્ગદર્શન મુજબ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનમાં કામગીરી કરશે.