ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર: જુગાર રમતાં સાત મહિલા સહિત આઠ શખ્શો ઝડપાયા - Jamnagar District

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન સાત મહિલા અને એક શખ્શ સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા લોકો પાસેથી રૂપિયા 17 હજાર 400ની રોકડ અને ગંજીપાનાની કીટ પોલીસે ઝડપી લીધા હતાં.

જામનગર
જામનગર

By

Published : Jan 1, 2021, 5:04 PM IST

  • જામનગરમાં જુગાર રમતાં સાત મહિલા સહિત આઠ શખ્શો ઝડપાયા
  • પકડાયેલા લોકો પાસેથી 17 હજાર 400ની રોકડ અને ગંજીપાનાની કીટ ઝડપાઈ
  • જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી

જામનગર: જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન સાત મહિલા અને એક શખ્શ સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા લોકો પાસેથી રૂપિયા 17 હજાર 400ની રોકડ અને ગંજીપાનાની કીટ પોલીસે ઝડપી લીધા હતાં.

જુગારના આ દરોડાની મળતી વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાછળના વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પ્રફુલ્લ માણેકચંદ ગુટકા અને સાત મહિલાઓ સહિત આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની પાસેથી રૂપિયા 17 હજાર 400ની રોકડ અને ગંજીપાનાની કીટ ઝડપી પાડી પોલીસે આગળવી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details