ગુજરાત

gujarat

ETV Bharat / city

Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પૂણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું - ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક

દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર (Dwarka Drugs Case)સહિત ત્રણ જિલ્લાને સાંકળતા એક હજાર કરોડ ઉપરાંતના ડ્રગ્સ પ્રકરણમાં (Drugs Crime) જોડિયા-સચાણાના શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. જોડિયાના શખ્સના ઇશારે સચાણાના જાવીદે પુણેના મરાઠા શખ્સ તેમજ એક નાઈઝીરીયન શખ્સની મદદથી રાજ્ય બહાર 500 કરોડની કીમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની વિગતો પ્રકાશમા આવી છે. જેને પગલે ગઈકાલથી જ ATSની ટીમ આરોપી જાવીદને સાથે રાખી સચાણા આવી જે બોટમાં ડ્રગ્સ (Dwarka Drugs News) લાવવામાં આવ્યું હતું તે બોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પુણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું
Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પુણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું

By

Published : Dec 1, 2021, 12:40 PM IST

Updated : Dec 1, 2021, 2:27 PM IST

  • રાજ્ય બહાર 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું હોવાની વિગતો પ્રકાશમા આવી
  • આરોપી જાવીદને સાથે રાખી ATSની ટીમ જામનગરના સચાણા પહોંચી
  • ATSની ટીમે ડ્રગ્સ સપ્લાય માટે ઉપયોગમાં લેવાયેલ બોટ કબજે કરી

જામનગર :દેવભૂમિ દ્વારકા (Dwarka drug scandal connection Pune) પોલીસે જીલ્લાના ખંભાલીયા, સલાયામાંથી (Drugs Crime) 66 કિલો ડ્રગ્સ સાથે બે સ્થાનિક સહીત ત્રણ શખ્સોને પકડી પાડ્યા બાદ યુવાધનને બરબાદીના રવાડે ચડવાતા ડ્રગ્સના નેટવર્ક પર ગુજરાત ATS (Anti Terrorism Squad)રીતસરની તૂટી પડી છે. ATS દ્વારા મોરબીના ઝીંઝુડા ગામેથી એક સલાયાના શખ્સ સહીત ત્રણને 121 કિલો ડ્રગ્સ સાથે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાવદ્રા ગામેથી એક સખ્સને 120 કીલો ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. આ ડ્રગ્સ (Dwarka Drugs News) કાંડમાં સંડોવાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જામનગર જીલ્લાના જોડિયાના પિતા પુત્ર પૈકી પકડાયેલ રહીમ નોડેએ બેડી બંદર નજીકથી બે કિલો ડ્રગ્સ કાઢી આપ્યું હતું. છેલ્લા પખવાડીયામાં ગુજરાત પોલીસે એક હજાર કરોડ ઉપરાંતનું ડ્રગ્સ (Drugs Network in Gujarat) પકડી પાડી 13 સખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:વડોદરામાંથી 16.30 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

ATSની ટીમે ડ્રગ્સ સપ્લાય માટે ઉપયોગમાં લેવાયેલ બોટ કબજે કરી

છેલ્લે ધરપકડ કરાયેલ પંજાબ અને નાઈજીરીયન શખ્સના રિમાન્ડ દરમિયાન જામનગર જીલ્લાના સચાણાના એક અને એક પુનાના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી જેને લઈને ATS દ્વારા સચાણાના જાવીદ ઉર્ફે જાબીયર અને પુનેના સર્જેરાવ કેશવરાવ ગરડને પકડી પાડ્યા હતા. જોડિયાના શખ્સના ઇશારે સચાણાના જાવીદે પૂણેના મરાઠા શખ્સ તેમજ એક નાઈઝીરીયન શખ્સની મદદથી રાજ્ય બહાર 500 કરોડની કીમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની વિગતો સામે આવી હતી, જેમાં તપાસનો ધમધમાટ ફરી જામનગર જીલ્લા તરફ લંબાવ્યો છે. આરોપી જાવીદને સાથે રાખી ATSની ટીમ જામનગરના સચાણા પહોંચી હતી. ATSની ટીમે બંદરીય વિસ્તારમાં સઘન તપાસ કરી જેમાં ડ્રગ્સ સપ્લાય કરવા ઉપયોગમાં લેવાયેલ એક બોટ કબજે કરવામાં આવી છે.

આ પણ વાંચો:War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

ATSની ટીમે સચાણા અને પુણેના શખ્સની પૂછપરછ કરી

ડ્રગ્સ કાંડમાં વધુ તપાસ માટે ATSની ટીમ હાલ સચાણા અને પુણેના શખ્સની પૂછપરછ કરી રહી છે. જે 100 કિલો ડ્રગ્સ પુણે અને દિલ્લી આસપાસ વેચી મારવામાં આવ્યું છે તે ડ્રગ્સ જોડિયાના ઈશા રાવના કહેવાથી જ જાવીદ અને મરાઠા શખ્સે સગેવગે કર્યું હોવાની વિગતો સામે આવી છે.

Last Updated : Dec 1, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details