ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનના કારણે જામનગરના આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો - સ્મશાન

હાલ વિશ્વભરમાં કોરોના સંક્રમણની મહામારી જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ lock down પણ કરવામાં આવ્યું છે. જામનગરમાં આવેલ પ્રખ્યાત આદર્શ સ્મસાનમાં લૉક ડાઉનના કારણે 450 જેટલાં અસ્થિકુંભ એકઠા થયાં છે.

જામનગરમાં લૉક ડાઉનના કારણે આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો
જામનગરમાં લૉક ડાઉનના કારણે આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો

By

Published : Apr 18, 2020, 6:25 PM IST

જામનગરઃ આમ તો લોકો પોતાની આસ્થા પ્રમાણે વિવિધ જગ્યાએ અસ્થિ વિસર્જન કરતાં હોય છે. જો કે હાલ વાહન વ્યવહાર બંધ હોવાથી લોકો અસ્થિ વિસર્જન કરવા માટે જઈ શકતા નથી અને સરકાર દ્વારા લૉક ડાઉનના કારણે જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેનું સ્મશાનમાં પણ પાલન થઈ રહ્યું છે.

જામનગરમાં લૉક ડાઉનના કારણે આદર્શ સ્મશાનમાં 450 અસ્થિકુંભનો ભરાવો
જામનગર આદર્શ સમશાનમાં કોરોના સંક્રમણ બાદ અગ્નિ સંસ્કાર માટે આવતાં લોકોની સંખ્યા ઓછી કરવામાં આવી છે,તો લોકો પણ તમામ નિયમોનું પાલન કરી રહ્યાં છે.કોરોના મહામારીએ ફક્ત માનવીની જીવન જીવવાની નહીં પરંતુ મૃત્યુ પછીના રિવાજો પણ બદલી નાખ્યાં છે. હિન્દુ ધર્મમાં માનવીના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા મૃતકના અસ્થિઓનું યાત્રાધામ દ્વારકાની ગોમતી કે અન્ય પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે lockdown કરવામાં આવ્યું છે. ત્યારે માનવીના મૃત્યુ પછી અસ્થિ વિસર્જન પણ પર બ્રેક લાગી છે. શહેરના મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાનમાં સામાન્ય દિવસોમાં થોડાઘણાં અસ્થિકુંભનો ભરાવો હોય છેપરંતુ lock downને કારણે અસ્થિઓનું વિસર્જન ન થઇ શકતાં હાલ આદર્શ સ્મશાનગૃહમાં ૪૫૦થી વધુ અસ્થિકુંભનો ભરાવો થયો છે.

ABOUT THE AUTHOR

...view details