- જામનગર પાસેથી રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા
- સલાયા બાદ જામનગરમાંથી મળ્યું ડ્રગ્સ
- હાલાર ડ્રગ્સ હેરાફેરીનું હબ બન્યું
જામનગરઃ સલાયા ડ્રગ્સ કેસના ( salaya drug trafficking case ) આરોપીઓ પાસેથી મળેલી માહિતીના અનુસંધાને આજ રોજ એટીએસ ( Gujarat ATS ) અને સ્થાનિક પોલીસની (Jamnagar Police ) ટીમ દ્વારા જામનગરના રોઝી બંદર ( rosy port jamnagar ) પાસે દરિયા કિનારે ( Coast of Gujarat ) તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 10 કરોડના ડ્રગ્સ ( Drugs seized in Jamnagar ) સાથે બે ઈસમો ઝડપાયા છે. હાલ પોલીસે બંને આરોપીઓની અટક કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.
બે ઇસમોની આકરી પૂછપરછ, હજુ સ્થાનિકોના નામ ખૂલે તેવી શક્યતા
અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યું છે. 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.