જામનગરઃ જામનગર શહેરમાં 27 એપ્રિલના રોજ કોરોનાનો કેસ નોંધાયો હોવાના સમાચાર આવતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, સાથે સાથે અફવાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. જો કે મોડી સાંજે જિલ્લા કલેક્ટર રવિશંકર તેમજ સાંસદ પૂનમ માડમ તેમજ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે કેસ આવ્યો છે તે વ્યક્તિ મુળ જામનગરનો છે પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં રહે છે. જેથી સ્પષ્ટતા થતા લોકોમાં ફેલાયેલા ભયનો અંત આવ્યો હતો.
અમદાવાદમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા જામનગરના ડો.ચાર્મીને કોરોના પોઝિટિવ - MP Poonam Madam
જામનગર શહેરમાં 27 એપ્રિલના રોજ કોરોનાનો કેસ નોંધાયો હોવાના સમાચાર આવતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, સાથે સાથે અફવાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. જો કે મોડી સાંજે જિલ્લા કલેક્ટર રવિશંકર તેમજ સાંસદ પૂનમ માડમ તેમજ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે કેસ આવ્યો છે તે વ્યક્તિ મુળ જામનગરનો છે પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં રહે છે. જેથી સ્પષ્ટતા થતા લોકોમાં ફેલાયેલા ભયનો અંત આવ્યો હતો.
![અમદાવાદમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા જામનગરના ડો.ચાર્મીને કોરોના પોઝિટિવ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6972805-220-6972805-1588064385717.jpg)
મુળ જામનગરના અને હાલ અમદાવાદ ખાતે સરદાર પટેલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચાર્મીને કોરોના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર દોડતું થયું હતું. ડોક્ટર ચાર્મી છેલ્લા દોઢ વર્ષથી પોતાના પરિવાર સાથે ત્યાં અમદાવાદમાં રહે છે. અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર ચાર્મી કોરોના પોઝિટિવ કેસના ભોગ બન્યા છે. ત્યારે ડોક્ટર ચાર્મીને સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર રવિશંકર તેમજ સાંસદ પૂનમ માડમ અને અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ કેસ અંગે સ્પષ્ટતા કરતા જામનગર જિલ્લામાં જે પ્રકારનો પેનિક ફેલાયો હતો તેનો અંત આવ્યો છે.