ગુજરાત

gujarat

ETV Bharat / city

Doctors strike in Jamnagar: ડોક્ટર્સ પડતર માંગણીઓને ન્યાય ન મળતા હાલ કામગીરી રખાઈ મોકૂફ - Doctors strike in Jamnagar

જામનગરમાં વિવિધ માંગણીઓને લઈને તબીબોમાં રોષ(Outrage among doctors) સર્જાયો છે. આ દરમિયાન શહેરના તમામ તબીબો હડતાળ પર ઉતર્યા છે. આથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Doctors strike in Jamnagar: ડોકટર્સની પડતર માંગણીઓને ન્યાય ન મળતા હાલ કામગીરી રાખી મોકૂફ
Doctors strike in Jamnagar: ડોકટર્સની પડતર માંગણીઓને ન્યાય ન મળતા હાલ કામગીરી રાખી મોકૂફ

By

Published : Apr 4, 2022, 4:37 PM IST

જામનગર: રાજ્યભરમાં આજે(સોમવારે) ડોક્ટર પોતાની વિવિધ પડતર માંગણીઓને(Doctor various demands) લઇને હડતાળ કરી રહ્યા છે. આ હડતાળ દરમિયાન ગુજરાતભરમાં 10000 જેટલા ડોકટર્સ પોતાના કામથી અળગા રહેશે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર્સ દ્વારા સરકારમાં અવાર નવાર માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં યોગ્ય પ્રતિઉત્તર ન મળતા હડતાળનો સહારો લેવામા આવ્યો છે.

આજે(સોમવારે)10000 ડોકટર્સે તેમની કામગીરી મોકૂફ રાખી છે.

આ પણ વાંચો:New Policy for Teachers : શિક્ષણપ્રધાને શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની કરી જાહેરાત, જાણો શું છે નવી નીતિ...

જી જી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી આવે છે દર્દીઓ - ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આ આંદોલન દરમિયાન જો દર્દી માટે ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવે તો દર્દીઓને ધણી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હોસ્પીટલમાં દર્દીઓને સારવાર ન મળતાં દર્દીના સગા વહાલાઓ પણ હોસ્પિટલમા હોબાળો કરી રહ્યા છે. આજરોજ રાજ્યના 10000 જેટલા ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જતા ઈમરજન્સી સેવાને માઠી અસર પડી છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં દર્દીઓ તેમજ દર્દીઓના સગાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથે જ હોસ્પિટલમાં કેશ બારી પર લોકોની ભારે ભીડ(Lot of people At Cash Window) જોવા મળી રહી છે.

આજે જામનગર શહેરમાં ડોકટર્સની વિવિધ માંગણાઓને પૂરતુ માધ્યમ ન મળતા તબીબોમાં રોષ

આ પણ વાંચો:જામનગરમાં રેસિડન્સ ડૉક્ટર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવાયું

આંદોલનને લઈને રાજ્યમભરમાં ઘેરા પ્રત્યાઘાત- જામનગરના ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ(Doctors strike in Jamnagar) પર જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતા હાલ રેસિડેન્ટ ડોક્ટર વિવિધ સેવાઓ આપી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ડોક્ટર્સના વિવિધ પ્રશ્નો પર યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details