- જામનગરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના 26 વર્ષીય ડૉક્ટરે આત્મહત્યા કરી
- આત્મહત્યા કરવા પાછળનું રહસ્ય ઘેરાયું
- પોલીસને હજુ સુધી સુસાઇડ નોટ હાથ લાગી નથી
જામનગર : જિલ્લામાં આવેલી પી.જી. હોસ્ટેલમાં રહેતો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં રાજકોટના રેસીડન્ટ તબીબે તેના રૂમમાં આત્મહત્યા કર્યાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી. યુવા ડૉક્ટરે લવ અફેરમાં આત્મહત્યા કરી કે ડિપ્રેશનમાં આત્મહત્યા કરી તે રહસ્ય હજુ અકબંધ છે. જોકે હજુ સુધી સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી નથી.
આ પણ વાંચો : સુરતઃ કોરોનાથી બનેવીનું મોત થતાં સાળાએ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી