જામનગરજામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં આરોપી નાગોરી હાજીએ પિસ્તોલમાંથી (Murder in Veraval Village Jamnagar) ગોળીબાર કરીને ફારૂક ઈબ્રાહીમભાઈની હત્યા કરી હતી. ત્યારે આ મામલે તેની પર કોર્ટમાં (district and sessions court jamnagar) કેસ ચાલતો હતો. તો સેશન્સ જજ વી.જી. ત્રિવેદીએ આરોપી નાગોરી હાજીને આજીવન કેદની (life imprisonment to murder accused) સજા કરી હતી. જ્યારે આમદને છોડી મૂકવા હુકમ કર્યો હતો.
વર્ષ 2013ની ઘટના આ બનાવ અંગે વેરાવળ ગામે રહેતા અલ્તાફ ગુલમામદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, 4 મે 2013ના દિવસે રાત્રિના માવો ખાવા બજારમાં ગયા હતા. ત્યારે તેની સાથે ફારૂક ઇબ્રાહીમ મોટરસાયકલ લઈ જતા હતા. તે સમયે આરોપી નાગોરી હાજી પાસે રૂપિયાની ઉઘરાણી કરવા વીળી ગામની સીમમાં પહોંચતા આરોપી નાગોરી હાજી તથા આમદ હાજી મોટરસાઇકલ ઉપર સામે મળ્યા હતા.