- આયુષ મંત્રાલય દ્વારા આયુષ 64ને મળી મંજૂરી
- જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીએ કરી કોરોના દર્દીને મદદ
- વિના મૂલ્યે કર્યું આયુષ 64 દવાનું વિતરણ
વિના મૂલ્યે આયુષ 64 દવાનું વિતરણ
જામનગરઃ કોરોનાની મહામારી અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આયુષ 64 નામની દવા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદિક બનાવટની આયુષ 64 કોરોના પોઝિટિવ દર્દી અન્ય દવાઓની સાથે ઉપયોગમાં લઇ શકે છે.
આ પણ વાંચોઃજામનગરમાં આયુર્વેદિક ઉપચારથી કોરોનાને કેવી રીતે હરાવવો? તે વિષય પર વેબીનાર યોજાયો
આયુષ મંત્રાલય દ્વારા મળી મંજૂરી
આયુષ 64માં તમામ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે અને આયુષ મંત્રાલય દ્વારા દર્દીઓને આ ગોળીઓ આપવાનું છૂટ આપવામાં આવી છે.
ગુરુ ગોવિંદ હોસ્પિટલ અને આયુર્વેદિક યુનિવર્સિટી વચ્ચે MOU
ETV Bharat સાથે વાત કરતા આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.અનુપ ઠાકરે જણાવ્યું કે, હાલાર પંથકમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલ અને આયુર્વેદિક યુનિવર્સિટી વચ્ચે MOU કરવામાં આવ્યો છે. ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પણ આપવામાં આવી રહ્યો છે. આ સાથે આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધન્વંતરી રથ પણ ફેરવવામાં આવી રહ્યો છે જે લોકોને આયુર્વેદિક દવાઓ તેમજ ઉકાળો આપે છે.
આયુર્વેદિક યુનિવર્સિટીમાં 2 જગ્યાએ આયુષ 64 આપવામાં આવે છે
જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીમાં આજથી 2 વિવિધ સ્થળોએ આયુષ 64 દવાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીના સગા સંબંધીઓને દર્દીના આધારકાર્ડને હોસ્પિટલ ડોક્યુમેન્ટના આધારે આ દવા આપવામાં આવી રહી છે.