- જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જામનગર પાસે હાઇવે પર ખુલ્લામાં કોઈ PPE કીટ ફેકી ગયા
- ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા
જામનગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જિલ્લામાં ગઈ કાલે ગુરુવારે કોરોનાના નવા 564 કેસ નોંધાયા છે. ત્યારે જામનગર- દ્વારકા નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા શખ્સોએ PPE કીટ ખુલ્લામાં નાખી દીધી હતી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા છે. અહીં કોઈ આરોગ્ય કર્મચારીઓ કીટ નાખી ગયા કે, એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા PPE કીટ નાખવામાં આવી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે.
PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ
જોકે, ખુલ્લામાં પડેલી PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ છે. રસ્તેથી નીકળતા વાહનચાલકો તેમજ લોકો પણ ખુલ્લામાં પડેલી PPE કીટ જોઈ સ્તબ્ધ બન્યાં હતા.