જામનગર: પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના રાત્રી કાર્યક્રમના અંતિમ દિવસે (Jamnagar Lokdayro) ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ભાઈ ગઢવી (Jamnagar Lokdayro Kirtidan gadhvi), અને માયાભાઈ આહીર કે જે બન્નેની જોડીએ એવી તે જમાવટ કરી હતી કે અનેક રાજકીય આગેવાનો, બિલ્ડરો વગેરે ખૂબ જ પ્રભાવિત થયા હતા. પ્રભાવ તો એવો હતો કે ચલણી નોટોનો વરસાદ (Jamnagar Lokdayro Note Rain) કરી દીધો હતો, જેમાં સમગ્ર સ્ટેજ તથા આસપાસનું પરિસર ચલણી નોટોથી જ છવાઇ ગયું હતું. નીચેની લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ હતી.
Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા સૌથી વધુ 500 રૂપિયાની નોટોનો વરસાદ: એટલું જ માત્ર નહીં પરંતુ બે દિવસ પહેલાના કિર્તીદાન ભાઈ ગઢવીના રાત્રિ કાર્યક્રમના નોટોના વરસાદના પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઉપરાંત એવો ભારે વરસાદ થયો હતો કે, ચલણી નોટોની પાછળ કલાકારો પણ સ્પષ્ટ દેખાઇ શક્યા ન હતા. મહેમાનો કાર્યક્રમ નીહાળીને એવા રિઝયા હતા કે, 10-20-50 અને 100ના બંડલો તો ખૂબ જ ઓછા જોવા મળતા હતા, પરંતુ સૌથી વધુ 500 રૂપિયાની ચલણી નોટોના નવા બંડલ ઉડયા હતા.
Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા આ પણ વાંચો:Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ
સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા રાજપુત અગ્રણીઓ દ્વારા ગુલાબી નોટના બંડલો પણ ઉડાડવાના શરૂ કરી દીધા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને તેઓએ ડોલર પાઉન્ડ સહિતના અનેક ચલણી નોટોના બંડલોનો પણ વરસાદ કર્યો હતો. જેને નિહાળીને કલાકારો તો ઠીક તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. ચલણી નોટો એકત્ર કરવા માટેની ટિમ પણ ઓછી પડી હતી. એક તબક્કે બંને કલાકારોએ થોડો સમય માટે પોતાના શબ્દોને વિરામ આપીને સૌ પ્રથમ ચલણી નોટો એકત્ર કરવા માટે કાર્યકર્તાઓની ફોજને બોલાવી લીધી હતી.
Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા આ પણ વાંચો:વડોદરાનું સોખડા હરિધામ મંદિર ફરી એકવાર વિવાદ, હરીપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ હોબાળો
એકત્ર થયેલી ચલણી નોટો કે જેને ગણવા વાળી ટીમ હકીકતમાં થાકી ગઈ હતી અને ચલણી નોટોનો જથ્થો કોથળામાં ભરી એકત્ર કરીને એકબાજુએ મૂકવાનો વારો આવ્યો હતો. જામનગર શહેરના ઈતિહાસ (First time in Jamnagar history)માં આટલી બધી ગુલાબી નોટ ઉપરાંત વિદેશી કરન્સી તથા 500 સહિતની ચલણી નોટોનો ભારે વરસાદ પ્રથમ વખત જોવા મળ્યો હતો. જેને નિહાળીને જામનગરની જનતા આશ્ચર્ય ચકિત બની હતી. યજમાન પરિવારે પણ નોટ રૂપી આશીર્વાદ રોકવાની ફરજ પાડી હતી.
Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા