ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપેન ભદ્રેનને જામનગરના SP બનાવાયા - રાજ્યમાં IPSની બદલી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપેન ભદ્રેનને જામનગરના SP બનાવાયા છે. તો SP શ્વેતા શ્રીમાળીને SRPમાં મુકવામાં આવ્યા છે.

જામનગર પોલીસ
ગુજરાતી સમાચાર

By

Published : Sep 20, 2020, 8:58 PM IST

જામનગર: રાજ્યમાં IPSની બદલી કરવામાં આવી છે. જામનગરમાં નવા SP તરીકે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં DCP તરીકે ફરજ બજાવતા દીપેન ભદ્રન જોડાયા છે. મહિલા ASP શ્વેતા શ્રીમાળીની ચેલા SRP ગ્રુપમાં બદલી કરવામાં આવી છે.

આમ રાતોરાત બદલી થતા અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. મહિલા અધિકારી પ્રેગ્નેટ હોવાથી તેઓને SRPમાં મુકવામાં આવ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તેઓ ડાંગમાં SP તરીકે ઉમદા કામગીરી પણ કરી હતી.

ગુજરાતી સમાચાર
જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ને જામનગર SP તરીકે મુકવામાં આવતા સો કોઈ ચર્ચા કરી રહયા છે.શું SP દીપેન ભદ્રેન રાજ્ય સરકારની ગુડ બુકમાં હોવાથી જામનગર લવાયા કે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને પોસ્ટિંગ કરાયું છે. હવે થોડા દિવસોમાં ફરી IPSની બદલી કરવામાં આવશે. કારણે કે જે IPSની બદલી કરવામાં આવી છે. ત્યાં જગ્યા ખાલી પડી છે.મહિલા અધિકારી શ્વેતા શ્રીમાળી પ્રેગ્નેટ હોવાથી તેમને SRPમાં મુકવામાં આવ્યા હોવાથી અટકળો તેજ થઈ છે.ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના DCP જામનગરના એસપી બનતા ભારે ચર્ચા જાગી છે. જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નવા SP કેટલા કડક થાય છે. તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે.જામનગર જિલ્લાના નવા પોલીસ વડા પહેલા પોરબંદરમાં SP તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે અને સૌરાષ્ટ્રમાં બનતી ગુનાહિત ઘટનાથી વાકેફ પણ છે.જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિકની સમસ્યા તેમજ કોરોના કાળમાં લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે . જેના કારણે લોકોમાં કોરોનાનો ભય પણ જોવા મળતો નથી.નવા SP પાસે લોકો અનેક અપેક્ષા પણ રાખી રહયા છે. ખાસ કરીને શહેરમાં શાંતિ જળવાય રહે અને ગુનાહિત કુત્યો પર અંકુશ આવે તે જરૂરી છે.આમ રાજ્ય સરકારની ગુડ બુકમાં સ્થાન પામેલા અધિકારીઓને યોગ્ય જગ્યાએ બદલીનો લાભ આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.

ABOUT THE AUTHOR

...view details