- નગર પ્રાથમિક શિક્ષણ સંઘના ત્રીજી વખત પ્રમુખ બન્યા દિગુભા જાડેજા
- નગર પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોના અનેક પ્રશ્નો
- થોડા સમય પહેલાં નગર પ્રાથમિક શિક્ષકોએ કર્યા હતા વિરોધ પ્રદર્શન
જામનગર: તાજેતરમાં રાજ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં જામનગરના દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સતત ત્રીજી વખત વિજેતા બન્યા છે.
જામનગરના દિગુભા જાડેજા સતત ત્રીજી વખત બન્યા નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ક્યારે ઉકેલાશે? નગર પ્રાથમિક શિક્ષણ સંઘમાં રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો જોડાયેલા છે. જોકે, સતત ત્રીજી વખત ચૂંટાયેલા દિગુભા જાડેજા સમક્ષ અને પ્રશ્નો પણ રહેલા છે, કારણ કે, એ ગ્રેડ મામલે થોડા સમય પહેલાં જ શિક્ષકો ધરણાં અને ઉપવાસ પર ઉતર્યા હતાં.
જામનગરના દિગુભા જાડેજા સતત ત્રીજી વખત પ્રમુખ બન્યા
નગર પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોના પગારમાં જે વિસંગતતા જોવા મળી રહી છે. જેના કારણે શિક્ષકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અગાઉ પગાર મામલે શિક્ષકોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિગુભા જાડેજા સતત ત્રીજી વખત નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બનતા તેમને સૌ કોઈ શિક્ષકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આગામી સમયમાં શિક્ષકોના તમામ પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માગણી પણ કરી રહ્યા છે. નગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને જે તે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પગાર ચૂકવે છે, પણ પગાર અવાર નવાર મોડો આપવામાં આવે છે.