- ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આત્મહત્યા
- પટેલ યુવતી સાથે હતો પ્રેમ, યુવતીના મામાએ નોંધાવી હતી ફરિયાદ
- જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડયો
જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલમાં કોઈ યુવતીનાપ્રેમ પ્રકરણના મામલામાં વાળંદ યુવાન રાજન નગીનભાઈ સુરાણી(ઉ.વ.23, રહે. રાજકોટ)ને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં (Dhrol Police Station) પૂછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારે યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં જઈ ઢળી પડતા PSI એમ.એન. જાડેજા સહિતના સ્ટાફે યુવાનને ધ્રોલ હોસ્પિટલ (Dhrol Hospital) બાદ જામનગર સિવિલમાં ખસેડતા તબીબીઓ તપાસી મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી જેથી રાજકોટથી પરિવાર જામનગર જવા રવાનો થયો હતો.