જામનગર: જામનગરમાં નવા પોલીસ વડા તરીકે દિપેન ભદ્રને વિધિવત રીતે ગુરૂવારે ચાર્જ સંભાળ્યો છે. સવારે 11 વાગ્યે એસ.પી. દિપેન ભદ્રન કચેરીએ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે એસપી શ્વેતા શ્રીમાળીએ દિપેન ભદ્રનને આવકાર્યા હતા અને સન્માન ગાર્ડ આપી તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા બુધવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.
જામનગર SP તરીકે દિપેન ભદ્રને સંભાળ્યો ચાર્જ, સન્માન ગાર્ડ આપી કરાયું સ્વાગત - Deepan Bhadra took charge
જામનગરમાં નવા પોલીસ વડા તરીકે દિપેન ભદ્રને વિધિવત રીતે ગુરૂવારે ચાર્જ સંભાળ્યો છે. સવારે 11 વાગ્યે એસ.પી. દિપેન ભદ્રન કચેરીએ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે એસપી શ્વેતા શ્રીમાળીએ દિપેન ભદ્રનને આવકાર્યા હતા અને સન્માન ગાર્ડ આપી તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા બુધવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.
દિપેન ભદ્રને જામનગરમાં આવતા જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિત વિશે તાગ મેળવ્યો છે અને ડીવાયએસપી તેમજ પીઆઈ સાથે બેઠક પણ યોજી હતી. અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચમાં DCP તરીકે ફરજ બજાવી જામનગર આવેલા દિપેન ભદ્રન સામે અનેક પડકારો રહેલા છે, ખાસ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવવો પડશે.
શહેરમાં અસામાજિક તત્વોને ડામવા તે પણ તેમના માટે એક ચેલેન્જ રહેશે. ઉપરાંત કોરોના કાળમાં લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે માસ્ક અને હેલમેન્ટના કાયદાનું પાલન લોકોને કરાવવું પડશે. ઉલ્લેખનીય છે, કે બુધવારે ગૃહમાં ગુંડા બિલ પણ પાસ થયું છે, ત્યારે શહેરમાં ગુંડાતત્વોને પાઠ ભણાવવો દિપેન ભદ્રન સામે એક પડકાર રહેશે.