- બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે
- મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓની ભીડ ના થાય તે માટે રાખી તકેદારી
- જિલ્લામાં રોજ 40 જેટલા કોરોનાના કેસો નોંધાઈ છે
જામનગરઃ સોમવારે દેશભરમાં ધુળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે. જો કે, ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે ધુળેટીના તહેવાર પર લોકો એકઠા ન થાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યાં દૂર
મંદિરોમાં પણ લોકોની પાંખી હાજરી
મંદિરોમાં ધુળેટીના તહેવાર પર લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી છે. જામનગરમાં લાખોટા તળાવની પાસે આવેલા વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરમાં ધુળેટી પર લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોય છે. પરંતુ આ વર્ષે ધુળેટીના તહેવાર પર મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી.
બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે જામનગરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
જામનગર જિલ્લામાં પણ કોરોના બેકાબુ બન્યો છે, દરરોજ 40 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે ત્યારે જામનગર શહેરમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટેની તમામ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે. બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી