જામનગર : જામનગર શહેરમાં દિનપ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર અનેક વખત અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે ચૌહાણ પડી વિસ્તારમાં 75 વર્ષીય મનસુખ ફલ પર રખડતા ઢોરએ કાળ ભૈરવની જેમ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એક મહિલાનું રખડતા (Death due Cattle in Jamnagar) ઢોરના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતુ, ત્યારે ફરી એક વખત મનસુખ ફલ નામના વ્યક્તિ પર રખડતા ઢોરે હુમલો કરતા મૃત્યુ નિપજ્યું છે.
ઢોરના કારણે એક વૃદ્ધનું દર્દનાક મૃત્યુ મહાનગરપાલીકાની જાહેરાત - જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. જોકે જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં જામનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જામનગર શહેરને રખડતા ઢોર મુક્ત કરવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે અવારનવાર રખડતા (JMC Operations on Stray Cattle) ઢોર લોકોને અડફેટે લઇ રહ્યા છે.
આ પણ વાંચો :આ શહેરમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ, ઘટના CCTVમાં કેદ
ઢોરના કારણે વૃદ્ધનું મૃત્યુ - શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરોનું રાજ (Jamnagar Municipal Corporation) યથાવત છે. પાલિકા જાણે આ મામલે આરામ ફરમાવતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રખડતા ઢોર લોકોને અડફેટે એવા લે છે કે તેમના હાડકાં ભાંગી નાખે છે. કોઈક વખત તો જીવ પણ લઈ લે છે. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું, ત્યારે આવી જ ચોંકાવનારી ઘટના ચાંદી બજાર વિસ્તારમાંથી સામે વૃદ્ધ હજુ ઘરની બહાર જ નીકળ્યા હતા, અને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. ઘટના સ્થળેથી લોકો તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પણ વૃદ્ધનું (Elderly Death due Cattle) હોસ્પિટલ લઇ જાય તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો :Stray cattle in Vadodara: શા માટે આંખ ગુમાવનારના પરિવારે પાલિકાને વળતર માટે નોટીસ આપી
તંત્ર શું કરશે ? બીજી તરફ રવિવાર સાંજે ચાર-પાંચ રખડતા ઢોરોનો વધુ ત્રાસ સામે આવ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર બાબતે હવે ધ્યાન દોરવી તો રખડતા ઢોરનો ત્રાસ એ હદે વધ્યો છે અત્યાર સુધી અનેક લોકોને અડફેટે ઢોર લઈ ચૂક્યા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ બાબતે જામનગર તંત્ર કઈ કામગીરી (Cattle Roaming in Jamnagar) હાથ ધરે છે કે માત્ર એસીમાં આરામ ફરમાવશે?