ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની પુત્રીનો જન્મદિવસ અનોખી રીતે મનાવ્યો - jamnagar daily updates

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના ધર્મપત્ની રિવાબા જાડેજાએ દીકરી નિધ્નયાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. રવિન્દ્ર જાડેજાના ઘરે દીકરી તો છે પણ જામનગરની અન્ય પાંચ દીકરીઓને પોસ્ટમાં ખાતા ખોલી રૂપિયા 10,000 જમા કરાવ્યા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા

By

Published : Jun 8, 2021, 10:59 AM IST

  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પુત્રીના બર્થડે પર પાંચ દીકરીઓને ભેટ
  • પોસ્ટમાં ખાતું ખોલી 10 હજાર જમા કરાવ્યા
  • રિવાબા વિડીયો કોલીંગના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા

જામનગર:હાલ દેશમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના ધર્મપત્ની રિવાબા જાડેજાએ દીકરી નિધ્નયાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. રવિન્દ્ર જાડેજાના ઘરે દીકરી તો છે પણ જામનગરની અન્ય પાંચ દીકરીઓને પોસ્ટમાં ખાતા ખોલી રૂપિયા 10,000 જમા કરાવ્યા છે. જુદા-જુદા સમાજની પાંચ દીકરીઓના ખાતામાં 10 હજાર જમા કરાવ્યા છે.

આ પણ વાંચો:શું માસ્કનો નિયમ માત્ર સામાન્ય માણસો માટે ? ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીએ પોલીસ સાથે માથાકૂટ કરતા દંડ વગર છોડ્યા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની દિકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

એક સમય એવો હતો કે રાજપૂત સમાજમાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. પણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દીકરીઓ પ્રત્યે ઉદારતા ધરાવે છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા દ્વારા પોતાની દિકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી છે. જામનગરના અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દિકરીના પાંચમા જન્મદિવસ નિમિતે ગરીબ ઘરની પાંચ દિકરીઓના પોસ્ટમાં ખાતા ખોલાવીને દસ હજાર રુપિયા એક-એક દિકરીના ખાતામા જમા કરાવીને જન્મ દિવસની ઉજવણી કરી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પુત્રીના બર્થડે પર પાંચ દીકરીઓને આપ્યા 10 હજાર

આ પણ વાંચો:લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તલવારબાજી કરી... જુઓ વીડિયો

પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ મેનેજર દ્વારા તમામ દીકરીઓને પાસબુક પણ આપવામાં આવી

દરેક દિકરીઓના ખાતામાં કુલ પચાસ હજાર જમા કરાવ્યા હતા. આ તકે પોસ્ટ ઓફિસના લાડવા સાહેબ મનદિપસિહ જાડેજા સહિત લોકો જોડાયા હતા. જોકે, રીવાબા વીડિયો કોલીંગના માધ્યમથી જોડાયા હતા. જામનગરમાં ચાંદીબજાર ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં તમામ દીકરીઓના સેવિંગ ખાતાઓ ખોલી આપવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ મેનેજર દ્વારા તમામ દીકરીઓને પાસબુક પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details