જામનગર- જામનગર પથકમાં છેલ્લા ઘણા સમયથી પશુઓમાં લમ્પી વાયરસની (Lumpy Skin Disease )અસર જોવા મળી રહી છે. લમ્પીથી અનેક ગાયોના લમ્પીથી મોત થયા છે. હજુ પણ આ સિલસિલો યથાવત (Spreading Lumpy Disease in Cows)જોવા મળી રહ્યો છે.. વાત કરવામાં આવે જામનગરની તો છેલ્લા 9 દિવસમાં 571 જેટલી ગાયોના મોત (Cow Death Due to Lumpy virus in jamnagar) શહેરમાં નિપજ્યા છે.
ગાયોનું રસીકરણનું નાટક -જામનગર કોર્પોરેશન (JMC) ટીમ દ્વારા લમ્પી વાયરસ સામે રક્ષણ માટે ગાયોનું રસીકરણ કરવામાં આવ્યુ હોવાનું નાટક ખુલ્લું પડી ગયું છે. મનપા આરોગ્ય ટીમ અને એસ્ટેટ ટીમ દ્વારા શહેરમાં 3 હજાર જેટલી ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું હોવા બહાર આવ્યુ હતું. જો કે સતત મોતને ગાયો (Cow Death in Jamnagar) હજુ ભેટી રહી છે.
આ પણ વાંચોઃ પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ, તંત્રએ કર્યો લુલો બચાવ
મોટા પ્રમાણમાં મોત- એકબાજુ જામનગર કોર્પોરેશન (JMC)ટીમ દ્વારા ગાયોના રસીકરણ કરવામાં આવતાં હોવાની વિગતો આપવામાં આવે છે, તો બીજી બાજુ મોટા પ્રમાણમાં પશુઓ મોતને (Cow Death in Jamnagar) ભેટી રહ્યાં છે. ગઈ કાલે રાજ્યના મુખ્યપ્રધાન જામનગર આવ્યા હતાં તેમણેે પણ ગાયોના મોત (Cow Death Due to Lumpy virus in jamnagar)અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે લમ્પી વાયરસથી ગાયોના મોત (Spreading Lumpy Disease in Cows)ક્યારે અટકશે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં લમ્પી સ્કિન રોગ વકર્યો, કરી પશુપાલન વિભાગ વેકસીનેશનની પ્રક્રિયા
યોગ્ય વ્યવસ્થાનો અભાવ -આમ જામનગર શહેરમાં ટપોટપ ગાયોના મોત (Cow Death Due to Lumpy virus in jamnagar)નીપજી રહ્યા છે. છેલ્લા નવ દિવસમાં 500થી વધુ ગાયોએ જીવ (Cow Death in Jamnagar) ગુમાવ્યો છે. જોકે જામનગર કોર્પોરેશન દ્વારા હજુ પણ યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે આ મૃત્યુઆંક હજુુ વધે તેવી શક્યતા (Spreading Lumpy Disease in Cows)જોવા મળી રહી છે.