ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ હોસ્પિટલના પરિસરમાં 108ના પાયલોટે કોરોના દર્દીનું બંધ થયેલું હ્રદય ફરીથી ધબકતું કર્યું - jamnagar news

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. આ મહામારીમાં દરરોજ હજારો વ્યકિતઓ ઝપટે ચડે છે. આવી કપરી પરિસ્થિતિમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કોવિડ દર્દીને 108ના પાયલોટે તાત્કાલિક સારવાર આપતા બંધ પડેલા હ્રદયના ધબકારા ફરીથી શરૂ થયા હતા.

કોવિડ હોસ્પિટલની પરિષરમાં 108ના પાયલોટે કોરોના દર્દીનું બંધ થયેલું હ્યદય ફરીથી ધબકતું કર્યું
કોવિડ હોસ્પિટલની પરિષરમાં 108ના પાયલોટે કોરોના દર્દીનું બંધ થયેલું હ્યદય ફરીથી ધબકતું કર્યું

By

Published : Apr 17, 2021, 3:59 PM IST

Updated : Apr 17, 2021, 4:17 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર
  • કોરોના કાળમાં 108ના પાયલોટની સરાહનિય કામગીરી
  • કોવિડ દર્દીનું હ્રદય ફરી ધબકતા હોસ્પિટલમાં દાખલ કરાયા

જામનગરઃ શહેર અને જિલ્લામાં દરરોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવે છે. દરરોજ 150થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 24 કલાક સતત કાર્યરત છે. શુક્રવારે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સાંજે 7:30 વાગ્યાના અરસામાં એક ખાનગી વાહનમાં કોરોનાના દર્દી આવ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે હેન્ડલ

દર્દીના પરિજનોએ 108 અને તેના પાયલોટનો આભાર માન્યો

વોર્ડના કોરિડોરમાં દર્દીનું હ્રદય અચાનક બંધ થયું હતું. 108ના પાયલોટ ભરત સિસોદિયાએ તાત્કાલિક દર્દીને CPR આપતા થોડી જ ક્ષણોમાં આ દર્દીનું હ્રદય ફરીથી ધબકતું થયું હતું.. ત્યારબાદ દર્દીના પરિવારજનોએ 108ના પાયલોટ ભરત સિસોદિયા તથા 108નો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોઃ સુમુલ ડેરી 108 જેવી એમ્બ્યુલન્સ સેવા પશુઓ માટે શરૂ કરશે

Last Updated : Apr 17, 2021, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details