ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ કોવિડ-19 યાત્રા, રાજ્ય સરકાર મૃતકોને સહાય ચૂકવે તેવી માગ - Gujarat News

જામનગરમાં આજે બુધવારે કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને રાજ્ય સરકાર યોગ્ય વળતર આપે તે માટે કોવિડ- 19 યાત્રા (covid-19 yaatra by congress) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

covid 19 Yatra
covid 19 Yatra

By

Published : Aug 18, 2021, 7:15 PM IST

  • જામનગરમાં કોંગીજનોએ યોજી કોવિડ-19 યાત્રા
  • મૃતકોના પરિજનોને સહાય ચૂકવવા માગ
  • વોર્ડ નંબર-1 માં યોજાઇ કોવિડ- 19 યાત્રા

જામનગર: શહેરમાં કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર યોગ્ય વળતર આપે તે માટે કોવિડ- 19 યાત્રા (covid-19 yatra by congress) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે બુધવારે વોર્ડ નંબર-1 માં બેડી વિસ્તારમાં કોવિડ- 19 યાત્રા ફેરવવામાં આવી હતી.

જામનગરમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ કોવિડ-19 યાત્રા

આ પણ વાંચો: પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું, કપિલ સિબ્બલે આપી પ્રતિક્રિયા

કોવિડ- 19 યાત્રામાં ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત

ઉલ્લેખનીય છે કે, કોરોનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. રાજ્ય સરકારે એક પણ મૃતકને સહાય આપી નથી. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, કોરોનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રાજ્ય સરકારે સહાય ચૂકવી જોઈએ.

જામનગરમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ કોવિડ-19 યાત્રા

આ પણ વાંચો: ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર - "સરકાર લાજવાના બદલે ગાજે છે"

રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપી નથી

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તે મૃતકોના પરિવારજનોને હજુ સુધી યોગ્ય સહાય ચૂકવી નથી. બેડી વિસ્તારમાં જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમના ઘર આગળ કોંગ્રેસ દ્વારા સ્ટીકર લગાડવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં જુદી જુદી ચાર માગો રજૂ કરવામાં આવી છે. જામનગર શહેરના તમામ વોર્ડમાં કોવિડ-19 યાત્રા (covid-19 yatra by congress) ફેરવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details