જામનગરઃ જિલ્લામાં મગફળીની સાથે સાથે કપાસનું વાવેતર પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે હાપા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. જો કે, ખેડૂતો કપાસના ભાવથી ચિંતિત બન્યા છે. કારણ કે શુક્રવારના રોજ કપાસની હરરાજીમાં મણ દીઠ રૂપિયા 700થી 900નો ભાવ મળ્યો છે.
હાપા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ ખેડૂતો ખાતર, બિયારણ સહિત વિધા દીઠ ત્રણ હજારનો ખર્ચ કરતા હોય છે, ત્યારે કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા હતા.
ખેડૂતોને કપાસના વાવેતરથી લઈને અત્યાર સુધીમાં કરેલી મજૂરીનું વળતર પણ પુરતું મળતું નથી. ખેડૂતોએ જણાવ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે કપાસના પાકમાં પીળાશ વધુ જોવા મળે છે.
હાપા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ આ ઉપરાંત ટેકાના ભાવમાં કપાસનું વેચાણ ન થાય તો ફરી ખર્ચ કરીને કપાસ લઈ જવો પડે છે, જેથી મોટા ભાગના ખેડૂતો ઓપન હરરાજીમાં કપાસનું વેચાણ કરી રહ્યાં છે. જગતનો તાત મહામહેનતે પાક તૈયાર કરી રહ્યો છે, તેમછતાં પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે.
હાપા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ