ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન અપાશે - Vaccination in Jamnagar

આવતીકાલે શનિવારે ગુજરાત રાજ્યનો સ્થપના દિવસ છે. દિન પ્રતિદિન વધતા કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર મહેનત કરી રહી છે, પરંતુ કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, ત્યારે સ્વદેશી બનાવટની વેક્સિન આવતીકાલથી મોટા પ્રમાણમાં લોકોને આપવામાં આવશે.

જામનગરમાં વેક્સિનેશન
જામનગરમાં વેક્સિનેશન

By

Published : Apr 30, 2021, 7:45 PM IST

  • જામનગરમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના યુવાઓને આપાશેેેેેે વેક્સિન
  • જામનગર જિલ્લામાં 1 મેથી કોરોના વેક્સિન પ્રક્રિયા હાથ ધરાશે
  • સમગ્ર રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાની મુખ્યપ્રધાને જાહેરાત કરી

જામનગર : 1 મે એટલે કે શનિવારના રોજથી ગુજરાત રાજ્યનો સ્થપના દિવસ છે. દિન પ્રતિદિન વધતા કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર મહેનત કરી રહી છે, પરંતુ કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, ત્યારે સ્વદેશી બનાવટની વેક્સિન આવતીકાલથી મોટા પ્રમાણમાં લોકોને આપવામાં આવશે.

જામનગરમાં વેક્સિનેશન

યુવાઓ મોટી સંખ્યામાં લેશે વેક્સિન?

જો કે જામનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈ અહીં પણ વેક્સિન આપવામાં આવશે. કેટલી વેક્સિન આવશે અને ક્યારે વેક્સિન આવશે તે બાબતે મીડિયાને માહિતી આપવામાં અધિકારીઓ મનાઇ કરી રહ્યા છે.

જામનગરમાં વેક્સિનેશન

રાજકોટથી આવશે વેક્સિન?

જામનગર ઝોન માટે વેક્સિનનો જથ્થો રાજકોટથી સવારે આવશે.આ મામલે ETV Bharat દ્વારાા કલેક્ટર , અધિક કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુુ એક પણ અધિકારીએ ફોન રિસીવ કર્યો નથી.

ABOUT THE AUTHOR

...view details