- જામનગરમાં ચાર જગ્યાએ કોરોના વેક્સિનની મોકડ્રીલ યોજાઈ
- જામનગરમાં આરોગ્યકર્મીઓને પ્રતિકાત્મક રસી અપાઈ
- કોરોના વેકસિન લેનારે ક્યા દસ્તાવેજ આપવા પડશે
જામનગર: કોરોનાની રસી કેવી રીતે અને કેટલા ડોઝ આપવામાં આવશે તે સરકાર દ્વારા જાહેર કરાયું નથી. પરંતુ લોકોને વેક્સિન આપવાની તૈયારીના ભાગરૂપે જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે ચાર જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જીજી હોસપીટલ, નિલકંઠ પ્રાથમિક શાળા, લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર સિક્કા અને વિજરખીની પસંદગી કરવામાં આવી હતી. આ પાંચ સ્થળોએ મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેવી રીતે યોજાઈ મોકડ્રીલ
હજુ કોરોનાની રસી આવી નથી. પરંતુ આગામી દિવસોમાં જ્યારે રસી આવશે ત્યારે રસીકરણ કેમ કરવું અને રસી આપવામાં શું અવરોધ આવે છે તેને દૂર કરવા આગોતરા આયોજનના ભાગ રુપે મોકડ્રીલની કામગીરી કરવામાં આવી છે.