- છેલ્લા 20 દિવસથી કોરોના બેકાબુ બન્યો
- જામનગરની જેલમાં યોજાયો વેક્સિન કેમ્પ
- 100 કેદીઓને અપાઈ કોરોના વેક્સિન
જામનગર: છેલ્લા 20 દિવસથી કોરોના બેકાબુ બનતા શહેરમાં રોજ 50થી 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેક્સિનેશનનો કાર્યક્રમ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે તો જામનગર શહેરમાં જુદા-જુદા વોર્ડમાં વેક્સિન આપવા માટેના મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:ભુજમાં 45 વર્ષથી વધુ વયના લોકોને નિ:શૂલ્ક કોરોનાની રસી આપવામાં આવશે
આ પણ વાંચો:રાજ્યમાં કુલ રસીકરણ આંક 69 લાખને પાર, ગુજરાત દેશમાં બીજા નંબરે
બીજા તબક્કામાં અન્ય કેદીઓને અપાશે વેક્સિન
જામનગર જિલ્લાની જેલમાં રહેલા કેદીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે. કાચા કામના 80 અને પાકા કામના 20 કેદીઓને કોરોનાની વેક્સિન અપાઈ છે. જિલ્લા જેલ અધિક્ષક પી. એચ. જાડેજાના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસ જેલમાં ન પ્રવેશે, તેમ જ જેલમાં રહેલા કેદીઓની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રથમ તબક્કામાં 100 જેટલા કેદીઓને વેક્સિન અપાવી છે. બીજા તબક્કામાં અન્ય કેદીઓને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે.