- જામનગરમાં છેતરપિંડી કરનારા દંપતિ ઝડપાયા
- 10 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી
- દંપતિનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ
જામનગરઃ શહેરમાં નિવૃત્ત આર્મીમેન સહિતના લોકોને રોકાણના બહાને લોભામણી સ્કીમ આપી 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાના મુખ્ય આરોપી એવા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા અને તેની પત્ની આશાબેન હિરેન ધબ્બા કે જેઓ કૌભાંડ આચરીને ભાગી છૂટ્યા હતા. જેઓને પોલીસે મુંબઈથી ઝડપી જામનગર લઈ આવ્યા હતા. ત્યારે તેઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બન્નેને હાલ જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેના પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આરોપી દંપતીને પકડવા ગયેલા જામનગરના PSI રાદડિયા ઉપરાંત તમામ સ્ટાફનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી પોલીસે રાહત અનુભવી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં ઓમ ટ્રેડીંગના સંચાલકોએ નિવૃત્ત આર્મીમેન સાથે રૂપિયા 33 લાખની છેતરપિંડી કરી