જામનગરઃ શહેરના સીટી-સી ડિવિઝનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં ફરાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જોકે આ આરોપીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને લઇ શુક્રવારે આરોપી ભીમો ઉર્ફે ભીમડી ગરેજાને ત્રણ વાગ્યે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અહીં આરોપી સાતમાં માળે સારવાર લઈ રહ્યો હતો, તે દરમિયાન તકનો લાભ લઇ ફરાર થઈ જતા જામનગર પોલીસ દોડતી થઇ હતી.
જામનગર: કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર, જામનગર પોલીસ દોડતી થઈ - Accused absconding from GG Hospital
જામનગરમાં સીટી-સી ડિવિઝનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં ફરાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જોકે આ આરોપીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને લઇ શુક્રવારે તેને ત્રણ વાગ્યે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અહીં આરોપી સાતમાં માળે સારવાર લઈ રહ્યો હતો, તે દરમિયાન તકનો લાભ લઇ ફરાર થઈ જતા જામનગર પોલીસ હાલ દોડતી થઇ હતી.
કોવિડ હોસ્પિટલમાંથી પોઝિટિવ આવેલો આરોપી ફરાર
પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ થતાં સીટી-સી ડિવિઝનના પીઆઇ અને સીટી-બી ડિવિઝનના પીઆઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.