ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona In Jamnagar : જામનગર જિલ્લા જેલમાં કોરોનાનો પગ પેસારો, 17 કેદીઓ પોઝિટિવ - જેલ તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું

જામનગરમાં (Corona In Jamnagar) દિવસે દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ગુરૂવારે જામનગર જિલ્લામાં 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

Corona In Jamnagar : જામનગર જિલ્લા જેલમાં કોરોનાનો પગ પેસારો, 17 કેદીઓ પોઝિટિવ
Corona In Jamnagar : જામનગર જિલ્લા જેલમાં કોરોનાનો પગ પેસારો, 17 કેદીઓ પોઝિટિવ

By

Published : Jan 21, 2022, 7:57 AM IST

જામનગર:જામનગર (Corona In Jamnagar) જિલ્લા જેલમાં 17 કેદીઓ (17 inmates in Jamnagar district jail positive) અસરગ્રસ્ત બન્યા છે. આ કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં બે મહિલા કેદી પણ કોરોના પોઝિટિવ (Two female prisoners also corona positive) બની છે.

જામનગર જિલ્લા જેલમાં 17 કેદીઓ કોરોના પોઝિટિવ

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય ટીમ દ્વારા ગઈકાલે (બુધવારે) જિલ્લા જેલમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ ગુરૂવારે આવ્યો હતો. રિપોર્ટમાં 17 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું (prison system and health department ran out) થઈ ગયું હતું.

કેદીઓને ગુરુ ગોવિંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડીન નદીની દેસાઈ તાત્કાલિક જેલ ખાતે દોડી ગયા હતા અને બાદમાં તમામ કેદીઓને ગુરુ ગોવિંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત જેલ અધિક્ષક પ્રવિણસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

આ પણ વાંચો:

Corona Cases In Jamnagar: છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને થયો કોરોના, શાળાના 100થી વધુ બાળકોનું કરાયું ટેસ્ટિંગ

જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલ કોરોનામાં અવસાન પામેલા વાલીઓના વિધાર્થીઓને આપશે વિના મૂલ્યે શિક્ષણ

ABOUT THE AUTHOR

...view details