- જામનગરમાં કોરોનાના કેસમાં વધારો
- દિવાળી તહેવાર તેમજ શિયાળાની ઋતુના આગમનના પગલે કોરોનાના કેસમાં વધારો
- સેકન્ડ વેવની શક્યતાને જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
જામનગરઃ જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ તેમજ શિયાળાની ઋતુના આગમનના પગલે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની સેકન્ડ વેવની શક્યતાને પગલે શુક્રવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારના કારણે કોરોનાના કેસ વધે તેવી શક્યતા ભીડભાડવાળા વિસ્તારમાં લોકોની આવન-જાવનના કારણે કેસ વધવાની શક્યતા
જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં સતત લોકોની આવન-જાવન હોવાના કારણે કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફરીથી શુક્રવારી ગુજરી બજાર ભરવાની શરૂઆત થઇ છે. આ ગુજરી બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇ રહી છે, તેના કારણે અહીંથી કોરોના સંક્રમણના કેસ વધે તેવી શક્યતા છે. જોકે, જિલ્લા વહિવટી તંત્રનું હજુ સુધી ધ્યાન આ ગુજરી બજાર સુધી ગયું નથી.