- જામનગરના કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ
- તૌકતે વાવાઝોડા અંગે આપી માહિતી
- ગંભીરતાને ધ્યાનમાં રાખી ત્રણેય સેના સ્ટેન્ડ બાય
તૌકતેની ગંભીરતા ધ્યાને લઇ જામનગરમાં ત્રણેય સેના સ્ટેન્ડ બાય
જામનગરઃ રવિવારે કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી સંભવિત વાવાઝોડા અંગે માહિતી આપી હતી. ખાસ કરીને જામનગર પંથક પર વાવાઝોડાની વધુ અસર જોવા મળે તેવી શકયતા છે. જો કે, વહીવટીતંત્ર દ્વારા તમામ કામગીરી શૂર કરવામાં આવી છે અને કોઈ પણ ભોગે આપદામાંથી બચવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને વીજ તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ: સૌરભ પટેલ
કલેક્ટરે લીધેલાં પગલાં
- 17 મીએ મોડી રાત્રે જામનગરમાં વાવાઝોડું આવી શકે છે
- 100થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે
- કોવિડ હોસ્પિટલની સેફ્ટી માટે પગલાં લેવામાં આવ્યાં
- ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
- વીજળી પુરવઠો ખોરવાઈ તો હોસ્પિટલમાં PGVCLની ટીમ તૈનાત કરવામાં આવી
- હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી
- શનિવારે કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠા અંગે મોકડ્રિલ યોજાઈ હતી
- 1,100નું સ્થળાંતર કરવામાં આવશે
- 22 ગામોના 29,000 લોકોનું આજે સ્થળાંતર કરવામાં આવશે
- જામનગરની 752 બોટ દરિયામાંથી પરત ફરી
- ફૂડ પેકેજ માટે NGOની મદદ લેવામાં આવશે
- ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સગર્ભા મહિલાઓ શહેરમાં સગાઓના ઘરે આવી જાવ
- ખેડૂતોને પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ
- કોવિડ હોસ્પિટલના 8 અને 9માં માળને ખાલી કરવામાં આવશે
- વાવાઝોડામાં આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવશે
- આર્મીના 50 જવાન અને નેવીના 200 જવાન અને એરફોર્સના 2 ટીમ તૈનાત રાખવામાં આવી
- શહેરમાંથી હોર્ડિંગ્સ હટાવવામાં આવશે
- જામનગરમાં ગ્રીનકોરીડર કરવામાં આવશે, સમગ્ર દેશમાં ઓક્સિજનની સપ્લાય જામનગરથી થઈ રહી છે
- લિકવિડ ઓક્સિજનના સપ્લાયમાં અડચણ રૂપ કાંઈ ન થયા તે માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે