- હિંદુ સેનાએ ગોડસેની પ્રતિમા લગાવી હતી
- કૉંગ્રેસના શહેર પ્રમુખ અને કૉર્પોરેટરે પ્રતિમા તોડી
- ગોડસેની પ્રતિમા લગાવવાનો કૉંગ્રેસે વિરોધ કર્યો હતો
જામનગર: જામનગર (Jamnagar) ભાગોળે આવેલા ગામમાં ગઈકાલે હિંદુ સેના (Hindu Sena) દ્વારા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે (Nathuram Godse)ની પ્રતિમા લગાવવામાં આવી હતી. જો કે કૉંગ્રેસે (Congress) તેનો વિરોધ કર્યો હતો અને કૉંગ્રેસના શહેર પ્રમુખ તેમજ કૉર્પોરેટર (Jamnagar City President and Corporater of Congress) દ્વારા આ પ્રતિમાને તોડી પાડવામાં આવી છે, જેને લઇને સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે.
શહેર પ્રમુખ અને કૉર્પોરેટરે પથ્થર મારીને પ્રતિમા તોડી
ઉલ્લેખનીય છે કે દેશની આઝાદી અપાવનારા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Father of the Nation Mahatma Gandhi)ની હત્યા નથુરામ ગોડસેએ કરી હતી. હિંદુ સેના નથુરામ ગોડસેની જન્મ જયંતીની (Birth anniversary of Nathuram Godse) ઉજવણી કરતી હોય છે અને આ વખતે હિંદુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમાનું ગામમાં અનાવરણ કર્યું હતું, જેને લઇને કૉંગ્રેસે સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને બાદમાં આ પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.
હિંદુ સેનાએ કૉંગ્રેસ પર હિંસાનો લગાવ્યો આરોપ