શહેરમાં એક મહિનાથી કચરાનો નિકાલ ન થયો હોવાથી રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. મહત્વનું છે કે, જૂનો કોન્ટ્રાક્ટર એક મહિનાથી કામ છોડીને ચાલ્યો ગયો છે. જ્યારે નવા કોન્ટ્રાક્ટરે હજુ સુધી કોઈ કામગીરી ન કરતા ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખાફીએ ડમ્પીંગ સાઇટ પરથી કચરાનું ટ્રેક્ટર ભરી અને મહાનગરપાલિકાના પટાંગણમાં ઠાલવ્યું હતું.
શું આ જ છે ઉપાય..? કોંગ્રેસ કાર્યકરોએ મહાનગરપાલિકા સામે જ ઠાલવ્યો કચરો - jamnagar municiple Corporation News
જામનગરઃ શહેરના ગુલાબનગર પાસે આવેલી ડમ્પિંગ સાઇટ પર વિરોધપક્ષના નેતા સહિતના કોંગ્રેસના સભ્યોએ જનતા રેડ કરી હતી. જામનગર મહાનગરપાલિકાએ શહેરમાંથી કચરો બહાર કાઢવા માટે કોન્ટ્રાક્ટ એક મહિનાથી આપ્યો છે. છતાં કચરાનો કોઈ નિકાલ થતો ન હોવાથી જનતા રેડ કરવામાં આવી હતી.
jamnagar
જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી ભીનો તેમજ સૂકો કચરો ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવતા શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે.
Last Updated : Oct 1, 2019, 7:34 PM IST