- સસોઈ ડેમ ખાતે જનતા રેડ કરાઈ
- દૂષિત પાણીથી શહેરમાં રોગચાળાની દહેશત
- પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સાથે અન્ય કોંગ્રેસના કોર્પોરેટર જોડાયા
જામનગર: કોંગ્રેસ દ્વારા સસોઈ ડેમ ખાતે જનતા રેડ કરવામાં આવી છે. જામનગરમાં અનેક વૉર્ડમાં પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સાથે અન્ય કોંગ્રેસના કોર્પોરેટર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે દૂષિત પાણીથી જામનગર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થઈ છે.
જામનગરમાં કોંગ્રેસે સસોઈ ડેમમાંથી આવતું પાણી અટકાવ્યું આ પણ વાંચો :જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને સ્થાનિકોએ દૂષિત પાણી મુદ્દે આપ્યું આવેદનપત્ર
સસોઈ ડેમમાંથી આવી રહ્યું છે દૂષિત પાણી
જામનગરમાં ગઈકાલે બુધવારે વૉર્ડ નંબર 12 અને 6ના સ્થાનિકોએ દૂષિત પાણી મામલે ડેપ્યુટી કમિશનર અને કમિશનરને આવેદનપત્ર સાથે ગંદા પાણીની બોટલો પણ કમિશનરને આપી હતી.
જામનગરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી શકયતા
દૂષિત પાણીના કારણે જામનગરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં સસોઈ ઉપરાંત અન્ય ડેમ પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે સસોઈ ડેમમાં દૂષિત પાણી હોવાના કારણે શહેરીજનો પાણીજન્ય રોગનો ભોગ બને તેવી શક્યતા છે.
કોંગ્રેસે કરી જનતા રેડ
પૂર્વ વિરોધપક્ષના નેતા સાથે કોર્પોરેટર આનંદ રાઠોડ, ધવલ નંદા, દિપુ પરિયા પણ સસોઇ ડેમ ખાતે ઉમટ્યાં હતા અને સસોઈ ડેમથી જ પૂર્વ વીરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તાત્કાલિક સસોઈ ડેમમાંથી આપવામાં આવતા પાણીના જથ્થાને અટકાવવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દિવસોમાં જો પીવાનુ પાણી સસોઈ ડેમમાંથી આપવામાં આવશે તો વિરોધપક્ષ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.
આ પણ વાંચો :જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ અવોરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી