ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

જામનગરમાં કોંગ્રેસની જનચેતના રેલી યોજાઈ હતી. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ જનચેતના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત હતા અને સરકાર પર પ્રહારો કર્યા હતા. આ જનચેતના રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને અમુક કાર્યકર્તાઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.

Congress Awareness Rally
Congress Awareness Rally

By

Published : Jul 27, 2021, 5:54 PM IST

  • જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
  • સાઈકલ રેલી અને ઊંટગાડી પર સવાર થઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ

જામનગર: કોંગ્રેસના જનચેતના અભિયાન (Public awareness campaign) અંતર્ગત સાઇકલ રેલી (Bicycle rally) નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં જૈન કુંવરબાઈ શાળાએથી સાઇકલ રેલી (Bicycle rally) પ્રસ્થાન થઈ હતી. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી હતી. આ મોંઘવારી વિરોધી રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ જનચેતના કાર્યક્રમ ((Public awareness programme) માં ઉપસ્થિત રહ્યા હતા અને મોંઘવારી, બેરોજગારી અને કોરોનાના કપરો સમયથી લોકો પાયમાલ થયા હોવાના આક્ષેપો કર્યા હતા.

જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી

કોંગ્રેસની રેલીમાં કોઈ ગાઇડલાઇનનું ભાન ભુલાયું

શહેરના જુદા જુદા રાજમાર્ગો પર સાઇકલ રેલી (Bicycle rally) અને ઊંટ ગાડી (Camel cart) પર કોંગ્રેસના કાર્યકર્તાઓ સવાર થઈ મોંઘવારીનો વિરોધ કર્યો હતો. જોકે જનચેતના રેલી (Public awareness rally) માં ક્યાંકને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ (social distance) નું ભાન ભૂલ્યા હતા અને અમુક કાર્યકર્તાઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસની જન ચેતના અભિયાન (Public awareness campaign) અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં જેન કુંવરબાઈ શાળાએથી સાઇકલ રેલી પ્રસ્થાન થઈ હતી. શહેરના જુદા જુદા રાજમાર્ગોપર જનચેતના રેલી ફરી હતી.

જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી

આ પણ વાંચો:અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત, હાર્દિક પટેલ સ્વાગત માટે પહોંચતા સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

સભામાં અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જન ચેતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને મોંઘવારી (Inflation) , બેરોજગારી (unemployment) અને કોરોનાના કપરા સમયથી લોકો પાયમાલ થયા હોવાના ભાજપ પર આક્ષેપો કર્યા હતા. કોરોના મહામારી (Corona epidemic) માં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, ત્યારે ભાજપ સરકાર દિવસે દિવસે મોંઘવારી વધારી રહી છે. જેના કારણે સામાન્ય માણસ દિવસે દિવસે કપરી પરિસ્થિતિમાં મૂકાતો જાય છે.

જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી

આ પણ વાંચો: ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

કોંગ્રેસની રેલીમાં કોઈ ગાઇડલાઇનનું ભાન ભુલાયું

શહેરના જુદા જુદા રાજમાર્ગો પર સાઇકલ રેલી અને ઊંટ ગાડી પર કોંગ્રેસના કાર્યકર્તાઓ સવાર થઈ મોંઘવારીનો વિરોધ કર્યો હતો. જોકે જનચેતના રેલીમાં ક્યાંકને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને અમુક કાર્યકર્તાઓમાં સુધીના પણ જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details