ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress MLA Vikram Madam Statement : કોરોના મૃતકોને સહાયને લઇ વિડીયો મેસેજમાં કર્યો ધડાકો - કોરોના મૃતકોના આંકડાનો વિવાદ

રાજ્ય સરકાર દ્વારા હાલ કોરોના મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને સહાય આપવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે (Congress MLA Vikram Madam Statement) રાજ્ય સરકાર પર કોરોનાથી થયેલાં મોત મામલે (Controversy over Corona death toll ) સનસનીખેજ આક્ષેપ કર્યા છે.

Congress MLA Vikram Madam Statement : કોરોના મૃતકોને સહાયને લઇ વિડીયો મેસેજમાં કર્યો ધડાકો
Congress MLA Vikram Madam Statement : કોરોના મૃતકોને સહાયને લઇ વિડીયો મેસેજમાં કર્યો ધડાકો

By

Published : Dec 16, 2021, 5:31 PM IST

  • કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે વિડીયો મેસેજમાં કર્યો ધડાકો
  • કોરોનાના મૃતકોને સહાય આપવામાં સરકારને શેની શરમ
  • ધારાસભ્ય વિક્રમ માડમના સનસનીખેજ આક્ષેપ

જામનગરઃ એક અધિકારીએ વિક્રમ માડમ (Congress MLA Vikram Madam Statement) પાસે ખાનગીમાં કબૂલાત આપી કે, કોરોના મૃતકોના આંકડા છુપાવવા સરકારમાંથી દબાણ છે. અધિકારીઓને પણ આંકડા છુપાવવા માટેનું દબાણ કરાયું છે. ગુજરાત સરકારે 10,100 કોરોના મૃતકોનો આંકડો (Controversy over Corona death toll ) આપ્યો, જ્યારે સહાય ચૂકવાઇ 22000 લોકોને સહાય ચૂકવાઈ છે.

અધિકારીઓને પણ આંકડા છુપાવવા માટેનું દબાણ કરાયું છે

કોરોના આંકડા છુપાવવાની ગંદી રમતઃ માડમ

ઉલ્લેખનીય છે કે વિડીયોમાં ધારાસભ્ય વિક્રમ માડમે (Congress MLA Vikram Madam Statement) આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર કોરોના આંકડા છુપાવવાની ગંદી રમત રમી રહી છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે જે કોરોના આંકડા (Controversy over Corona death toll ) જાહેર કર્યા છે, તેનાથી ડબલ લોકોને સહાય ચુકવવામાં આવી છે. જોકે હજુ પણ અનેક લોકો વંચિત છે.

હજુ પણ અનેક મૃતકોના સ્વજનો સહાયથી વંચિત

જામનગર શહેરમાં હજુ પણ દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકો પણ હવે જાગૃત બને અને કોરોના સામેની લડાઈમાં કોવિડ ગાઇડલાઈનનું સંપૂર્ણ પાલન કરે તેવી અપીલ પણ કરી છે.

શું બોલ્યા ધારાસભ્ય

ટેલીફોનિક વાતચીતમાં ધારાસભ્ય વિક્રમ માડમે (Congress MLA Vikram Madam Statement) જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ ગઈ છે. કોરોનાથી મૃત્યુ પામ્યા છે (Controversy over Corona death toll ) તેમના મૃત સ્વજનોને હજુ સુધી રાજ્ય સરકારે સહાય આપી નથી. જ્યારે કોર્ટ કહે ત્યારે સરકાર પગલાં લે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં કોંગ્રેસે કોરોનામાં અવસાન પામેલ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાં યુવાઓને શા માટે વેક્સિન આપવામાં આવતી નથીઃ ધારાસભ્ય વિક્રમ માડમ

ABOUT THE AUTHOR

...view details