PPE કીટ પહેરી કોંગ્રેસના કોર્પોરેટર જનરલ બોર્ડમાં પહોંચ્યાં, કોરોના મહામારી અંગે કરાઈ ચર્ચા - Congress
કોરોના કેસ વધવાની ચિંતામાં પ્રશાસનિક કાર્યોના આયોજનો પર પણ અસર પડી છે. જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં બેઠક યોજાઈ હતી. ત્યાં કોરોનાનો પ્રભાવ જોવા મળ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોરોના સ્પેશિઅલ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષ નેતા પીપીઈ કીટ પહેરીને ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં. જામનગરમાં કોરોનાના પોઝિટિવ 276 કેસ છે, જ્યારે 16 દર્દીના મોત પણ નીપજી ચૂક્યાં છે. ત્યારે સ્થિતિ સમીક્ષા કરી આગામી પગલાં વિશે ચર્ચા કરવામાં આવી હતી.
જામનગરઃ જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોરોના સ્પેશ્યલ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર તેમજ વિરોધ પક્ષના નેતા PPE કીટ પહેરી જનરલ બોર્ડમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. કોરોનાના વધતાં કેસોને લઈ વિપક્ષ દ્વારા સ્પેશિયલ કોરોના બોર્ડ બોલાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી કોવિડ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલે અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરી અને આગામી દિવસોમાં કેવા પગલાં લેવા તેની ચર્ચા કરી હતી. જેનાથી કોરોનાના કેસ અટકાવવાની દિશામાં આગળ ધપી શકાય.