- જામનગરમાં કોરોના વેક્સિન કોલ્ડ સ્ટોરેજ રૂમ તૈયાર
- 4 તબક્કામાં વેક્સિન આપવા તંત્ર સજ્જ
જામનગર: જામનગર જિલ્લા પંચાયતના સર્જન ડૉ. રેણુકા બારાઈએ જામનગરમાં કોરોના વાઇરસની રસીના સંગ્રહની તૈયારી અંગે Etv ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચાર તબક્કામાં કોરોના રસી આપવા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. કોરોના વેક્સિનને IMR ફ્રીજમાં સાચવવાની હોય છે. તેની મહત્તમ ક્ષમતા 2 થી 8 ડિગ્રીની છે ત્યારે ડીપ ફ્રીજની ક્ષમતા માઇનસ 15 થી 20 ડિગ્રી સુધીની છે. તંત્ર દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા મથકોમાં રસીના સંગ્રહ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 36 લાખ મીલીમીટર પ્રતિરોધક રસી સાચવવાની ક્ષમતા છે.