- 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી અપાઈ
- આદરીથી મૂળદ્વારિકા બંધારા સુધી સ્પ્રેડિંગ કેનાલના કામો હાથ ધરાશે
- સૌરાષ્ટ્રના 87797 હેકટર જમીનને ફાયદો થતા ફળદ્રુપતા વધી
જામનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )એ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ ( Curb Marine Salinity ) પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે.મુખ્યપ્રધાને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા ( Seashore ) ના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મી.ની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાવામાં આવશે.
આ પણ વાંચો:મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે અંબાજી દર્શન કરવા જશે
દરિયાઈ ખારાશ આગળ વધવી અટકાવવી જરૂરી
મુખ્યપ્રધાને આ વિસ્તારોના લાખો નાગરિકો, ગ્રામજનો અને ગામોના લાંબા ગાળાના હિતને અનુલક્ષી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 24 ગામોની અંદાજે 2110 હેકટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રુપ બનશે. આ ઉપરાંત, કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. આ સાથે, સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. આથી, સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.