ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સિનેમાઘર, કોવિડ ગાઈડલાઈન પ્રમાણે દર્શકોએ નિહાળી ફિલ્મ - Corona virus effect

કોરોના વાઈરસને કારણે સિનેમાઘરો કેટલાય મહિનાથી બંધ હતા. જો કે, હાલ અનલોકમાં સરકારે સિનેમાધરો ફરી ખોલવાની મંજૂરી આપતા જામનગરમાં ગુરુવારે સિનેમાઘરો ખુલ્યા હતા. શહેરમાં અંબર મેહુલ અને આઈનોક્સ એમ ત્રણ સિનેમાઘરો આવેલા છે. જેમાંના બે સિનેમાઘરો ગુરુવારથી ચાલુ કરવામાં આવ્યા છે.

Cinemas opened
જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સીનેમાઘર

By

Published : Oct 15, 2020, 6:21 PM IST

જામનગરઃ શહેરમાં ગુરુવારથી કોરોના નિયમના પાલન સાથે સિનેમાઘરો શરૂ થયા છે. કોરોના વાઈરસના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી સિનેમાઘરો બંધ હતા. જો કે, અનલોકમાં સિનેમાઘરો ફરી શરૂ કરવા સરકારે છૂટછાટ આપી છે, જેથી જામનગરમાં આવેલા ત્રણ સિનેમાઘરોમાંથી બે સિનેમાઘરો શરૂ થયા છે. જો કે, મેહુલ સિનેમા આગામી 22 તારીખથી શરૂ થશે.

જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સીનેમાઘર

કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે તમામ સિનેમાઘરોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત તેમજ હેન્ડ સેનેટાઈઝરના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ નિહાળવા માટે આવેલા દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ 6 મહિના બાદ પડદા પર ફિલ્મ નિહાળી છે.

જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સીનેમાઘર

આઈનોક્સ સિનેમાના મેનેજરે જણાવ્યું કે, સિનેમા ઘરોમાં તમામ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. સિનેમા ઘરની અંદર બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે સીટની ફાળવણી કરવામાં આવે છે.

જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સીનેમાઘર

વધુમાં જણાવ્યું કે, સિનેમા ઘરની અંદર માસ્કનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે, તેમજ પીપીપી કિટ પણ વેચાઈ રહી છે. ઈન્ટરવલમાં પહેલાં સમય ટૂંકો આપવામાં આવતો હતો. જો કે, હવે દર્શકો ફિલ્મ સારી રીતે નિહાળી શકે તેમજ સિનેમા ઘરમાં નાસ્તો કરી શકે તે માટે ઇન્ટરવલનો સમય પણ વધારવામાં આવ્યો છે.

જામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સિનેમાઘર

ABOUT THE AUTHOR

...view details